Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

જીવરાજ નારાયણ મહેતા ( Jivraj Narayan Mehta Information in Gujarati)

જીવરાજ નારાયણ મહેતા ( Jivraj Narayan Mehta Information in Gujarati)


જીવરાજ નારાયણ મહેતા

જન્મ : ૨૯ ઓગસ્ટ ૧૮૮૭
અમરેલી, (ત્યારની મુંબઈ પ્રેસિડેન્સીનો ભાગ)

ગુજરાત ના પ્રથમ મુખ્ય મંત્રી

ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાનો જન્મ તા. ૨૯/૮/૧૮૮૭ ના રોજ સૌરાષ્ટ્રમાં આવેલા અમરેલીમાં થયો હતો. 

પિતાનું નામ નારાયણભાઈ અને માતાનું નામ જનકબા હતું.  

ડૉ. જીવરાજ મહેતાએ દેશની અને પરદેશની ઉચ્ચ પદવીઓ મેળવી હતી. 

લંડન નિવાસ દરમિયાન તેમણે ‘ લંડન ઇન્ડિયન એસોસિયેશન’ સંસ્થાની સ્થાપના કરી હતી. 

ઈ.સ. ૧૯૨૧ થી ૧૯૩૦ સુધી ગુજરાત, મુંબઈ અને ભારતના અનેક જાહેર સંસ્થાઓમાં અને સમિતિઓમાં અધ્યક્ષપદે રહીને મહત્વની કામગીરી કરી હતી.  

ઈ.સ. ૧૯૨૧માં વડોદરા રાજયના ચીફ મેડીકલ ઓફિસર તરીકે જોડાયા હતા. 

ઈ.સ. ૧૯૪૬માં તેઓ કોંગ્રેસ ના ઉમેદવાર તરીકે મુંબઈ ધારાસભાના સભ્ય બન્યા. 

ઈ.સ. ૧૯૩૦માં ગાંધીજીના નેતૃત્વ હેઠળ સ્વાતંત્ર્યસંગ્રામ ખેડાયો ત્યારે મુંબઈ શહેર સંગ્રામ સમિતિની ઉચ્ચ ભીતરી સમિતિના તેઓ સભ્ય હતા અને લડતના સંચાલનમાં મહત્વનો ફાળો આપ્યો હતો. 

ગાંધીજીને પણ તેમણે તબીબી સેવાઓ આપી હતી. 

ઈ.સ. ૧૯૪૨માં ‘હિંદ છોડો’ આંદોલનમાં પણ તેમણે બીજી વાર જેલવાસ ભોગવ્યો.

મહારાજા સયાજીરાવને પણ તેમની ઉચ્ચ બુદ્ધિશક્તિનો લાભ લીધો હતો. 

ઈ.સ. ૧૯૪૬ થી ૧૯૪૮ સુધી તેઓ મુંબઈ  ધારાસભાના સભ્ય રહ્યા હતા. 

ઈ.સ. ૧૯૪૯ થી ૧૯૫૦ સુધી મુંબઈ રાજ્યના પ્રધાનમંડળમાં સેવાઓ આપી હતી. 

ઈ.સ. ૧૯૫૨ થી ૧૯૬૦ સુધી તેઓ નાણાંપ્રધાન રહ્યા હતા.

ઈ.સ. ૧૯૬૦માં પહેલી મે ગુજરાતનું અલગ રાજ્ય થયું ત્યારે તેઓ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા. 

ગુજરાતના પ્રશ્નો ઊંડો અભ્યાસ કરી વિવિધ પ્રશ્નો એક પછી એક હલ કર્યા. 

નવા રાજ્યની નવી રાજધાની ક્યાં રાખવી એ અંગે લાંબી મંત્રણા પછી ગાંધીનગર રાખવાનું નક્કી કરવામાં આવ્યું. 

તેમણે ૧૯૬૦માં ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર કંપનીની રચના કરી. 

વડોદરામાં પ્રેટ્રોકેમિકલ્સ ઉદ્યોગની સ્થાપના કરી. 

અમદાવાદમાં એશિયાની પ્રખ્યાત સિવિલ હોસ્પીટલનું બાંધકામ કરાવ્યું. 

આ ઉપરાંત ગુજરાતમાં ખાદી અને ગ્રામોધ્ધાર બોર્ડની રચના કરવામાં આવી. 

ગુજરાતમાં દારૂબંધી દાખલ કરી.

તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેઓ બીજી વાર ચૂંટાઈ આવ્યા. 

તેમણે નિષ્ઠા અને પ્રામાણિકતાથી રાજ્યથી અને દેશની સેવા કરી. 

સાદગીભર્યા અને કુશળ મુખ્યમંત્રી તરીકે તેઓ લોકપ્રિય થયા. 

પૂર્ણ દીર્ઘ આયુષ્ય ભોગવી તેઓ ૯૧ વર્ષે ૧૯૭૮માં અવસાન થયું. 

અમદાવાદ ખાતે તેમનું કાયમી સંભારણું બની રહે તે માટે જીવરાજ મહેતા હોસ્પિટલ શરૂ કરી છે. 

ગાંધીનગરમાં માહિતી ખાતાના એક સંકુલનું નામ તેમની સ્મૃતિમાં રાખવામાં આવ્યું છે.