સાંસદ આદર્શ ગ્રામ યોજના ( SAGY )
સાંસદ આદર્શ ગ્રામ યોજના ( SAGY )
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકનાયક જયપ્રકાશ નારાયણ ( 11 ઓકટોબર , 2014 ) જન્મજયંતિ પ્રસંગે SAGY નો શુભારંભ કર્યો હતો.
SAGY દરેક સાંસદે વર્ષ 2019 સુધીમાં ત્રણ ગામોને પસંદ કરી તેને આદર્શ બનાવવાના રહેશે . ત્રણ ગામો પછી દરેક સાંસદે વર્ષ 2024 સુધીમાં પાંચ ગામોનો વિકાસ કરી તેને આદર્શ બનાવવાના રહેશે.
SAGY અંતર્ગત એકીકૃત વિકાસની અવધારણાને સામેલ કરવામાં આવી છે.
SAGY અંતર્ગત કૃષિ , સ્વાથ્ય , શિક્ષણ , સ્વચ્છતા , પર્યાવરણ , આજીવિકા , લિંગ અસમાનતાને સમાપ્ત કરવી.
SAGY મહાત્મા ગાંધીના સિદ્ધાંતો અને મૂલ્યોથી પ્રેરિત છે.
SAGY હેઠળ સાંસદે 3000 થી 4000 સુધીની વસ્તીવાળા ( પર્વતીય ક્ષેત્રમાં 1000 થી 3000 ) ગામની પસંદગી કરવાની રહેશે.