Home
»
1
» પંચાયતી રાજની સામાન્ય માહિતી

પંચાયતી રાજની સામાન્ય માહિતી
ભારતમાં લોડ રિપનને ‘ સ્થાનિક સ્વરાજના પિતા ’ ગણવામાં આવે છે .
26 Jan , 1950 ના રોજ બંધારણ અમલમાં આવ્યું : અનુચ્છેદ 10 ( ભાગ - 4 ) માં ગ્રામ પંચાયતની રચના માટેની જોગવાઈ ગાંધીજીના કહેવાથી કરવામાં આવી .
26 Jan . 1950 બંધારણના અમલ દ્વારા ભાગ - 4 માં ગ્રામ પંચાયતો ( સ્વરાજ એકમો ) નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો .
2 Oct . 1952 દેશના વડા પ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા સામુહિક વિકાસ કાર્યકમ ની શરૂઆત કરવામાં આવી હતી .
પંડિત જવાહરલાલ નહેરુએ તેનું નામ બદલીને પંચાયતી રાજ આપ્યું હતું.
2 Oct . 1959 ના રોજ રાજસ્થાનના નાગૌર જિલ્લામાં બગદરી ગામમાં પંડિત જવાહરલાલ નહેરુએ પ્રથમ પેઢીના પંચાયતી રાજનું ઉદ્ધાટન કર્યું.
ઈ . સ . 1961 માં ગુજરાતમાં ગુજરાત પંચાયત અધિનિયમ ઘડાયો .
1 April 1963 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ડો . જીવરામ મહેતા દ્વારા ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ અમલમાં મુકાયું.
આમ , ગુજરાત પંચાયતી રાજ અમલમાં મૂકનાર 8મું રાજય બન્યું.
ઈ . સ . 1991 પી . વી . નરસિંહરાવ સરકાર દ્વારા 73 મો બંધારણ સુધારો પંચાયતી રાજ માટે અને 74 મો બંધારણ સુધારી નગરપાલિકા માટે સંસદમાં સંયુકત પ્રવર સમિતિને સોંપવામાં આવ્યો .
પંચાયતી રાજ - 73 મો બંધારણીય સુધારી - 1992 માં થયો . જેના અમલ 24 April 1993 થી થયો .
નગરપાલિકા - 74 મો બંધારણીય સુધારો - 1992 માં થયો જેનો અમલ 1 June 1993 થી થયો .
ગુજરાત પંચાયત અધિનિયમ 1993 બનાવવામાં આવ્યો હતો , જેનો અમલ 15 April 1994 થી કરવામાં આવ્યો .
|
|
પંચાયતી રાજની સામાન્ય માહિતી
Reviewed by
GK In Gujarati
on
જુલાઈ 28, 2019
Rating:
5