Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

રાષ્ટ્રીય યુવા દિન

રાષ્ટ્રીય યુવા દિન 


વિશ્વના અધિકાંશ દેશોમાં કોઈ ને કોઈ દિન યુવા દિનના રૂપમાં મનાવવામાં આવતો હોય છે. ભારત દેશમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી, અર્થાત ૧૨મી જાન્યુઆરીના દિવસને પ્રતિવર્ષ રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં મનાવવામાં આવે છે. 

સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિર્ણયાનુસાર ઇ. સ. ૧૯૮૫ના વર્ષને આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ ઘોષિત કરવામાં આવ્યું. 

આ ઘટનાના મહત્ત્વનો વિચાર કરતાં ભારત સરકાર તરફથી પણ ઘોષણા કરવામાં આવી કે ઇ. સ. ૧૯૮૫થી ૧૨ જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકાનન્દ જયંતીનો દિવસ રાષ્ટ્રીય યુવા દિન તરીકે દેશભરમાં સર્વત્ર મનાવવામાં આવશે.

આ દિવસે દેશ ભરમાં આવેલાં વિદ્યાલયો તેમ જ મહાવિદ્યાલયોમાં તરહ-તરહના કાર્યક્રમ યોજવામાં આવે છે

રેલીઓ કાઢવામાં આવે છે,યોગાસનની સ્પર્ધા આયોજિત કરવામાં આવે છે; પૂજા-પાઠ કરવામાં આવે છે; વ્યાખ્યાનના કાર્યક્રમ યોજવામાં આવે છે,વિવેકાનન્દ સાહિત્યને લગતાં પ્રદર્શનો ભરવામાં આવે છે.