Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

રાષ્ટ્રીય પ્રતીકો અને સ્વીકૃતિ ( Bharat Na Rastriy Pratiko in Gujarati )

રાષ્ટ્રીય પ્રતીકો અને સ્વીકૃતિ - National Symbols 

( Bharat Na Rastriy Pratiko in Gujarati )


✒️ રાષ્ટ્રીય ચિહ્ન
📍 વારાણસીની અશોક સ્તંભની ચાર સિંહની આકૃતિ
📍 સ્વીકૃતિ 26 જાન્યુઆરી 1950

મૌર્ય સામ્રાજ્યના સમ્રાટ અશોક દ્વારા સારનાથમાં બનાવાયેલા સ્તંભમાંથી અશોક સ્તંભનું ચિહ્ન લેવામાં આવ્યું છે. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ની સાલમાં દેશના ચિહ્ન તરીકે સ્વીકૃત કરવામાં આવ્યું હતું. અશોક સ્તંભના શિખર પર દેવનાગરી લીપીમાં 'સત્યમેવ જયતે'(સત્યની જ જીત થાય) લખાણ છે, જે મુન્દ્કોપ ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે.

સ્તંભની શિખરમાં ચાર સિંહોની પ્રતિકૃતિ છે, જેમાં પાછળનો ભાગ થાંભલા સાથે જોડાયેલો છે. સંરચનાની સામે અહી ધર્મ ચક્ર(કાયદાનું ચક્ર) પણ છે. આ પ્રતીક શક્તિ, હિમ્મત, ગર્વ અને વિશ્વાસને પ્રદર્શિત કરે છે. પૈડાની એકબાજુ અશ્વ અને ખુંટની પ્રતિકૃતિ છે. જેના ઉપયોગ અને નિયંત્રણ પર પ્રતિબંધ કારનું કાર્ય રાજ્ય પ્રતીક ધારા, ૨૦૦૫ મુજબ કરવામાં આવ્યું છે.

✒️ રાષ્ટ્રીય સૂત્ર
📍 " સત્યમેવ જયતે " રાષ્ટ્રીય ચિહ્ન માં મુદ્રિત છે.
📍 સ્વીકૃતિ 26 જાન્યુઆરી 1950

✒️ રાષ્ટ્રધ્વજ
📍 ત્રિરંગો
📍 સ્વીકૃતિ 22 જુલાઈ 1947

૨૨ જુલાઈ ૧૯૪૭ની સાલમાં ભારતીય સંવિધાને તિરંગાને અપનાવ્યો હતો. તિરંગામાં કેસરી, સફેદ અને લીલા રંગને સ્થાન અપાયું છે. જેની પહોળાઈ અને લંબાઈ ૨:૩ ફૂટની છે, સાથે સાથે વચ્ચે નેવી બ્લ્યુ કલરનું રાખવામાં આવ્યું છે, જેમાં ૨૪ ખંભા બતાવવામાં આવ્યા છે. આ ચક્ર સારનાથમાં સ્થિત અશોક સ્તંભમાંથી લેવામાં આવ્યું છે.

✒️ નેશનલ સોંગ
📍 વંદે માતરમ્
📍 સ્વીકૃતિ 24 જાન્યુઆરી 1950

૧૯૫૦માં વાસ્તવિક વંદે માતરમની શરુઆતના બે છંદને આધિકારિક સ્વરૂપે ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવ્યું હતું. વાસ્તવિક વંદે માતરમ છ: છંદમાં છે. બંકિમચંદ્ર ચેટરજી દ્વારા બંગાલી અને સંસ્કૃતમાં ૧૮૮૨ની સાલમાં 'આનંદમઠ' નામના ઉપન્યાસમાં લખ્યું હતું. રાષ્ટ્રીય ગીતને પહેલીવાર 1896ની સાલમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજનૈતિક સંદર્ભે રવીન્દ્રનાથ ટાગોરે ગાન કર્યુ હતું.

✒️ નેશનલ એન્થમ
📍 જનગનમન
📍 સ્વીકૃતિ 24 જાન્યુઆરી 1950

૨૪ જાન્યુઆરી ૧૯૫૦ની સાલમાં સંવૈધાનિક સભા દ્વારા ભારતના રાષ્ટ્રગાન તરીકે 'જન ગણ મન'ને અંગીકૃત કરાયું હતું. રવીન્દ્રનાથ ટાગોરે આ ગાન લખ્યું હતું. જેને પહેલીવાર ૨૭ ડીસેમ્બર ૧૯૧૧ની સાલમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા સત્રમાં ગાન થયું હતું. સંપૂર્ણ ગાનમાં લગભગ 52 સેકન્ડનો સમય લાગ્યો હતો, પરંતુ એનું લઘુ સંસ્કરણ(પહેલી અને અંતિમ પંક્તિ)ને પૂર્ણ કરવામાં ૨૦ સેકન્ડનો સમય લાગે છે.

✒️ રાષ્ટ્રીય પંચાગ
📍 સક સવંત
📍 શરૂઆત ઈ.સ. 78 થી થઇ

રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે શક કેલેન્ડર છે. ૧૯૫૭માં કેલેન્ડર કમિટી દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેમાં ભારતીય પંચાગની મદદથી તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં હિંદુ ધાર્મિક કેલેન્ડર સિવાય ખગોળીય વસ્તુ રાખવામાં આવી છે.

✒️ રાષ્ટ્રીય પ્રાણી
📍વાઘ ( Penthera Tigris )
📍એપ્રિલ 1973 માં પ્રોજેક્ટ ટાઇગર લોન્ચ કર્યું

ભારતના રાષ્ટ્રીય પશુ તરીકે વાઘ- રોયલ બંગાલ ટાઈગરને એપ્રિલ ૧૯૭૩ની સાલમાં ઘોષિત કરાયા હતા. જેના શરીર પર ચમકદાર પીળી પટ્ટી હોય છે. શક્તિશાળી અને મજબુતીના કારણે ભારતના ગર્વનું પ્રતીક છે. વાઘ ૨૦ વર્ષ જેટલું સરેરાશ આયુ ભોગવે છે. જેનું વૈજ્ઞાનિક નામ 'પેન્થરા ટાઈગ્રિસ' છે.

✒️ રાષ્ટ્રીય પક્ષી
📍 મોર ( Pavo Cristatus )
📍 1963 માં જાહેર કર્યું.

ભારતીય મોરને રાષ્ટ્રીય પક્ષી તરીકે સ્વીકાર્યું છે. આ પક્ષી એકતાના સજીવ રંગો અને ભારતીય સંસ્કૃતિને પ્રદર્શિત કરે છે. જે સુંદરતા, ગર્વ અને પવિત્રતા દેખાય છે. ભારતીય વન્યજીવ(સુરક્ષા)ની ધારા ૧૯૭૨ મુજબ સંસદીય આદેશ પર સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં ભગવાન મુરુગાના વાહન તરીકે અને ઈસાઈઓમાં પુન:જાગરણનું પ્રતીક માનવામાં આવે છે.

✒️ રાષ્ટ્રીય ફુલ
📍 કમળ
📍 સ્વીકૃતિ 1950માં

કમળનું વૈજ્ઞાનિક નામ 'નીમ્યૂમ્બો ન્યૂસીફેરા' છે. જેને ભારતના રાષ્ટ્રીય ફૂલ તરીકે અંગીકૃત કરાયું છે. આ ફૂલ ભારતના પારંપરિક મુલ્યો અને સાંસ્કૃતિક ગર્વને પ્રદર્શિત કરે છે. જે ઉદારતા, જ્ઞાન, સમૃદ્ધિ, સન્માન, લાંબુ આયુષ્ય, નસીબ, દિલ અને માનસિક સુંદરતાનો દેખાવ કરે છે. જેનો પ્રયોગ દેશભરમાં ધાર્મિક અનુષ્ઠાનો વગેરે માટે કરવામાં આવે છે.

✒️ રાષ્ટ્રીય વૃક્ષ
📍 વડ

ભારતના રાષ્ટ્રીય વૃક્ષ તરીકે વડને માનવામાં આવ્યું છે. જે એકતા અને દ્રઢતાનું પ્રતીક છે. જે પ્રકારે ભારતના વિભિન્ન ધર્મ અને જાતિના લોકો એક સાથે રહે છે, તેવી રીતે વડલા માથે પણ નાના-મોટા જીવજંતુ નિવાસ કરે છે. વડલાનું ધાર્મિક મહત્વ છે અને ઔષધીય ગુણથી ભરપુર છે.

✒️ રાષ્ટ્રીય ફળ
📍 કેરી ( મૈનજી ફેરા ઇન્ડીકા )

કેરીનું વૈજ્ઞાનિક નામ 'મૈનજી ફેરા ઈન્ડીકા' છે. જેને સર્વ ફળોના રાજાનો દરજો અપાયો છે.

✒️ રાષ્ટ્રીય રમત
📍પ્રાદેશિક      ➖ કબડ્ડી
📍આંતરરષ્ટ્રીય ➖ હોકી

✒️ રાષ્ટ્રીય નદી
📍 ગંગા
📍 સ્વીકૃતિ 4 નવેમ્બર 2008 ના રોજ

ગંગા નદી ભારતની સૌથી લાંબી અને પવિત્ર નદી છે, જે ૨૫૧૦ કિમીના પહાડી, ડુંગરાળ અને મૈદાની વિસ્તાર સુધી ફેલાયેલી છે. નદીના પવિત્ર જળને સારા-માઠા પ્રસંગોએ વાપરવામાં આવે છે. ગંગાની ઉત્પતિ, હિમાલયમાં ગંગોત્રી ગ્લેસીઆર્સના હિમક્ષેત્રમાં ભાગીરથી નદીના સ્વરૂપે થઈ છે.

✒️ રાષ્ટ્રીય જળચર જીવ
📍 ડોલ્ફીન
📍 સ્વીકૃતિ 5 ઓક્ટોબર 2009 ના રોજ

ગંગા નદીની ડોલ્ફિનને રાષ્ટ્રીય જળચર પશુ તરીકે સ્વીકારવામાં આવી છે. જે પવિત્ર ગંગાની શુદ્ધતાને પ્રદર્શિત કરે છે. કેમકે ડોલ્ફિન સાફ અને સુદ્ધ પાણીમાં જ જીવતી રહી શકે છે. 

✒️ રાષ્ટ્રીય વિરાસત પશુ
📍 હાથી
📍 સ્વીકૃતિ 22 ઓક્ટોબર 2009 ના રોજ

✒️ રાષ્ટ્રીય સરીસૃપ પ્રાણી
📍 કિંગકોબ્રા જાતિનો સાપ

✒️ રાષ્ટ્રીય ભાષા
📍 હિન્દી
📍 સ્વીકૃતિ 14 સપ્ટેમ્બર 1949 ના રોજ

ભારતની કોઈ રાષ્ટ્રીય ભાષા નથી. હિન્દી એક રાજભાષા છે, જેનો ઉપયોગ રાજભાષા તરીકે, રાજકાળ- સરકારી કાર્યમાં ઉપયોગ કરવામાં આવે છે. ભારતના સંવિધાનમાં અનુચ્છેદ ૩૪૩ મુજબ હિન્દી ભારતની રાજભાષા છે. રાષ્ટ્રભાષા વિશે સંવિધાનમાં કોઈ ઉલ્લેખ નથી, પરંતુ ૨૨ ભાષાને અધિકારીક દરજો આપવામાં આવ્યો છે.