Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

ગુજરાતની સ્થાપત્ય કલા ( Gujarat Ni Sthapatya Kala )



ગુજરાતની સ્થાપત્ય કલા

સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ વપરાય છે વાસ્તુનો સીધો સંબંધ નિવાસ સાથે રહેલો છે ભલે પછી સામાન્ય માનવી નો હોય કે ઈશ્વર નો હોય

સ્થાપત્ય કલા એટલે ભવનો અને ઈમારતો બાંધવાની કલા

મંદિરની પ્રમુખ શૈલીઓ

ભારતના મંદિર અને શિલ્પ શાસ્ત્રીઓ મુખ્યત્વે ત્રણ ભાગો માં વિભાજિત કરે છે

1. નાગર શૈલી
2. દ્રવિડ શૈલી
3. બેસર શૈલી

મિત્રો આપણે સૌ પ્રથમ જોઈશું નાગરશૈલી
નાગર શૈલી અને ઉત્તર ભારતીય શૈલી પણ કહેવામાં આવે છે

તે મુખ્ય તે ઉત્તર ભારતમાં હિમાલય અને વચ્ચેના પ્રદેશમાં પ્રચલિત હોવાનું મનાય છે.

નાગર શૈલી મંદિર ઉત્તરમાં હિમાલય થી દક્ષિણમાં બીજાપુર જિલ્લા સુધી અને પશ્ચિમમાં પંજાબથી પૂર્વમાં બંગાળનો સુધી ભારતના મોટાભાગ પર પથરાયેલ છે.

નાગર શૈલીના મંદિરનું તલમાં મુખ્યત્વે હોવા છતાં દરેક બાજુએ નાના નાના કાઢવાને લઈને તારા જેવા આકારનું બનતું આ તારાકારને ગર્ભગૃહ પરના શિખરમાં ફેલાવવામાં આવતો.શિખર ઉપર જતા ધીમે ધીમે સાંભળું થતું અને તેની ઉભી રેખાઓ સળંગ અને અખંડ રીતે અંદર વળતી.

નાગર શૈલી ના મંદિરો જે પ્રદેશમાં નિર્માણ પામ્યા તેને તે પ્રદેશની શૈલી તરીકે નામ આપવામાં આવ્યા છે જેમ કે ગુજરાતમાં ચાલુક્ય શૈલી વિગેરે.

ગુજરાતમાં નગર શૈલીના સ્થાપત્યો

ગુજરાતમાં ચાલુક્ય રાજાઓનું શાસન હોવાથી અહીં બનેલા નાગર શૈલી ના મંદિરો ચાલુક્ય શૈલીના નામે ઓળખવામાં આવે છે

સૌથી પ્રાચીન મુખ્ય મંદિર ડુંગરમાં ગ્રુપમાં છે જેમાં રમણીય તટ પર અણીયાલ ટોચ વાળા બે પક્ષી દાર સ્તરોના ચાવન સાથેના સમચોરસ ગર્ભગૃહનું એ આસપાસ લાકડાનો પ્રદક્ષિણા પથ હતો.

સાંધર પ્રસાદ :-ચાલુકયકાળના મંદિરોમાં પ્રદક્ષિણા પથ મંદિર ની અંદર હોય એટલે કે પ્રદક્ષિણા પથ સહિતનો મહામંડપ હોય તો તેને સાંધર પ્રસાદ કહેવામાં આવે છે

નિરાંધર પ્રસાદ  :-ચાલુક્ય કાળના મંદિરોમાં પ્રદક્ષિણા પથ બહાર ખુલતો હોય તો તેને નીરાંધર પ્રસાદ કહેવામાં આવે છે

કિર્તી તોરણ :-મંદિરની આગળ મોટા દરવાજા ઊભા કરવામાં આવે તો તેની તોરણ કીર્તિ તોરણ કહેવામાં આવે છે

આ શૈલી ના મંદિર માં મુખ્ય ત્રણ અંગો હોય છે

1.પીઠ-આ મંદિર મુખ્યત્વે ઉંચી મજબુત પીઠ એટલે કે ઓટલો કે જે વ્યક્તિ પર બંધાયેલા હોય છે
2. મંડોવર-મંદિરની દિવાલ ના બહારના ભાગને મંડોવર કહે છે
3. શિખર -મંડોવર ની ટોચે ગર્ભગૃહ પર શિખર હોય છે

👉ચાલુક્યએ બંધાયેલા લગભગ 70 થી 75 મંદિરોના અવશેષો મળે છે તેમાં રોડા સુત્રાપાડા સંડેર મિયાણી પૂર્ણ ગૃહ આવી દેલમાલ કસરા ધીણોજ વાલમ અસોડા ખંડોસણ પરબડી ચોબારી થી મંદિર મળે છે

👉ગુજરાતના પ્રસિદ્ધ અપાવનાર મંદિરોમાં સિદ્ધપુરનો રૂદ્રમાળ દિલ દેલવાડાના વિમલવસહી અને લુણવસહી સોમનાથ મંદિર નવલખા મંદિર અને સેજકપુર નું નવલખવા મંદિર વગેરેનો સમાવેશ થાય છે.

ગુજરાત શૈલી

👉તે ગુજરાત પ્રાંતમાંથી ઉદ્ભવેલી હોવાથી તેને ગુજરાત શૈલી તરીકે પ્રખ્યાત થયેલ છે
ગુજરાતની મુસ્લિમ સ્થાપત્ય શૈલીમાં બૌદ્ધ હિંદૂ અને જૈન કલાના સુંદર તત્વોનો સમન્વય થયેલો છે

👉આ શૈલીના સ્થાપત્ય કલાના નમૂના નીચે મુજબ છે

૧. અમદાવાદ નગરની સ્થાપના
૨. જામા મસ્જિદ
૩. ઝૂલતા મિનારા
૪. સીદીસૈયદની જાળી
૫. હઠીસિંહ ના જૈન દેરાસર
૬. સરખેજનો રોજો 
૭.રાણી સિપ્રીની મસ્જિદ તથા રાણી 
રૂપમતીની મસ્જિદ 
૮.અડાલજની વાવ
૯. નવલખી વાવ
૧૦. દાદા હરિની વાવ
૧૧ અમદાવાદનો ભદ્રનો કિલ્લો 
૧૨.ચાંપાનેરનો કિલ્લો

👉અમદાવાદમાં સારંગપુર દરવાજા બહાર અને રાજપુર ગોમતીપુર માં આવેલ ઝુલતામિનારા વિશ્વમાં આ પ્રકારના એકમાત્ર મિનારા છે આ દરેક મિનારાની બાલ્કનીમાં બારીક નકશીકામ કરવામાં આવ્યું છે.

👉તે સમયના કુશળ કારીગરો એ રીતની ગોઠવણ કરતાં કે જેથી એક મિનારો હલાવતા તેની ગતિ આપમેળે બીજા મિનારા માં પોતાને પણ હાલવા માંડે બાંધકામની આખા સત્ય જાણવા માટે અંગ્રેજો સહિત કરાયેલ પ્રયાસોને આ જ પ્રેમ સફળતા મળી નથી તેથી આ મિનારાનું કંપનીનું રહસ્ય અકબંધ રહે છે.