Home
»
Persons
» ડો. વિક્રમ સારાભાઈ ( Dr. Vikram sarabhai Details in Gujarati)

આજે 12 ઓગસ્ટે વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈનો જન્મદિવસ છે. ડો વિક્રમ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ, 1919 ના રોજ અમદાવાદ, ગુજરાતમાં થયો હતો. તેમના પિતા અંબાલાલ સારાભાઈ ગુજરાતના મોટા ઉધોગપતિ હતાં. તેમની માતાનું નામ સરલાદેવી હતું.
અમદાવાદના ગુજરાત કોલેજમાંથી ઇન્ટરમિડિયેટ સાયન્સ પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ આગળ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા હતાં.તેમણે સેન્ટ જ્હોન્સ કોલેજ, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો જ્યાંથી તેમણે નેચરલ સાયન્સીસમાં ટ્રીપોઝને 1940 માં પ્રાપ્ત કર્યું હતું.
તેઓ કોસ્મિક કિરણો પર તેમના સંશોધનને આગળ વધારવા માટે 1945 માં કેમ્બ્રિજ પરત ફર્યા હતા અને તેમના થિસીસ ‘ઉષ્ણકટિબંધીય અક્ષાંશોમાં કોસ્મિક રે તપાસ’ માટે તેમણે પીએચડી કરી હતી.
|
|
ડો. વિક્રમ સારાભાઈ ( Dr. Vikram sarabhai Details in Gujarati)
Reviewed by
GK In Gujarati
on
ઑગસ્ટ 12, 2019
Rating:
5