આગામી 4થી 5 દિવસ ગુજરાત માટે મહત્વના: જયંતિ રવિ
આગામી 4થી 5 દિવસ ગુજરાત માટે મહત્વના: જયંતિ રવિ
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોનાની અપડેટ વિગતો આપતા જણાવ્યું છેકે , ગુજરાતમાં ગઇકાલ પછી એકપણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી.
આગામી 4થી પાંચ દિવસ ગુજરાત માટે મહત્વના છે.
ગુજરાતમાં 1789 ટેસ્ટ કરાયા છે. જેમાંથી 1693 નેગેટિવ છે , 87 ટેસ્ટ પોઝિટિવ છે અને 9 ટેસ્ટ પેન્ડિંગ છે. 87 પોઝિટિવ કેસમાં 2 દર્દી વેન્ટિલેટર પર છે, 71 દર્દી સ્ટેબલ છે. 7 દર્દી સાજા થયા છે અને 7 દર્દીના મૃત્યુ થયા છે.