નેશનલ સ્પોર્ટ્સ ડે ( National Sport Day in Gujarati )
નેશનલ સ્પોર્ટ્સ ડે ( National Sport Day in Gujarati )
ભારતમાં દર વર્ષે ૨૯ ઓગસ્ટનો દિવસ નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે મનાવાય છે.
આ દિવસ હોકીના વિશ્વપ્રસિદ્ધ ભારતીય ખેલાડી મેજર ધ્યાનચંદ સિંહની જન્મતિથિ છે.
મેજર ધ્યાનચંદનો જન્મ તા. ૨૯ ઓગસ્ટ , ૧૯૦૫ના રોજ ઇલાહાબાદ તથા અવસાન 3 ડિસેમ્બર ,૧૯૭૯ના રોજ થયું હતું.
એવું કહેવાય છે કે , ફ્લડલાઇટના અભાવે રાત્રિના સમયે ચંદ્રની હાજરીમાં પ્રેક્ટિસ કરતા હોવાથી તેમના સહખેલાડીઓ દ્વારા તેમને ધ્યાનચંદ ઉપનામ મળ્યું.
' હોકીના જાદુગર ' તરીકે જાણીતા મેજર ધ્યાનચંદની આગેવાની હેઠળ ભારતીય હોકી ટીમે ત્રણ ઑલિમ્પિક સુવર્ણચંદ્રક જીતી લીધા હતા.
( ૧૯૨૮માં એમ્સટર્ડમ , ૧૯૩૨માં લોસ એન્જલ્સ તથા ૧૯૩૬માં બર્લિન ) નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે સ્પોર્ટ્સનાં વિવિધ પારિતોષિકો એનાયત કરીને રાષ્ટ્રપતિ દ્વારા ખેલાડીઓનું સન્માન કરાય છે.
મેજર ધ્યાનચંદે જીવનમાં ૧૦૦૦થી વધારે ગોલ કર્યા હતા.