Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

Important GK One liner Questions For TALATI, Clerk Exams - 55

Important GK One liner Questions For TALATI, Clerk Exams - 55


ગુજરાતની જનતા જવાહરલાલ નહેરુની સભાનો બહિષ્કાર કરી કોને સાંભળવા ટોળે વળતી હતી❓
✔ઇન્દુલાલ યાજ્ઞિક

'ફકીર નેતા'ની ઉપાધિ કોને આપવામાં આવી હતી❓
✔ઇન્દુલાલ યાજ્ઞિક

ગુજરાતના હાલના કયા પ્રદેશો દ્વિભાષી મુંબઇ રાજ્યમાં હતા❓
✔ડાંગ-ઉમરગામ

મહાગુજરાત આંદોલનકારી ઓનું સંગઠન કયા નામથી ઓળખાતું હતું❓
✔જનતા પરિષદ

મહાગુજરાતની લડતને ટેકો આપવા માટે કયું દૈનિક શરૂ કરવામાં આવેલ હતું❓
✔નવગુજરાત

મહાગુજરાત આંદોલનમાં શહિદ થયેલા નવજુવાનોનું શહીદ સ્મારક બનાવવાનો 'જેલ ભરો સત્યાગ્રહ' આશરે કેટલા દિવસ ચાલ્યો હતો❓
✔226 દિવસ

મુંબઈમાં ફાટી નીકળેલા તોફાનો શાંત કરવા માટે, શાંતિ અને સદભાવ માટે કયા નેતાએ 11 દિવસના ઉપવાસ કર્યા હતા❓
✔શંકરરાવ દેવ

"હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઇ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં"- આ વાક્ય કયા નેતાએ ઉચ્ચાર્યું હતું❓
✔વિનોબા ભાવે

મહાગુજરાત ચળવળને વેગ આપવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી❓
✔પગલાં સમિતિ

મહાગુજરાત ચળવળ દરમિયાન અમદાવાદમાં થયેલા ગોળીબાર માટે કયા તપાસ પંચની રચના કરવામાં આવી હતી❓
✔નાગરિક તપાસ પંચ

1 લી મે,1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કામચલાઉ પાટનગર કયું હતું❓
✔અમદાવાદ

સ્વતંત્ર ગુજરાત રાજ્યની અધિકૃત જાહેરાત કયા સ્થળેથી કરવામાં આવી હતી❓
✔સાબરમતી આશ્રમ

મહાગુજરાત આંદોલનમાં થયેલા રમખાણોની તપાસ માટે કયા કમિશનની રચના થઈ હતી❓
✔જસ્ટિસ એસ.પી.કોટવાલ

"મુંબઇ વગરનું મહારાષ્ટ્ર માથા વગરના ધડ જેવું છે" આ વિધાન કયા નેતાનું છે❓
✔એસ.કે.પાટીલ

મુંબઇ રાજ્યના કયા ચીફ એન્જિનિયર અમદાવાદ આવ્યા અને ગુજરાતના પાટનગર અંગેની બધી માહિતી એકઠી કરી હતી❓
✔શ્રી મહિડા

મહાગુજરાત આંદોલનનું સૌથી પહેલું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
✔એલીસબ્રિજ લૉ કોલેજથી

મહાગુજરાત આંદોલનના નાયક ઇન્દુલાલ યાજ્ઞિકનો રચનાત્મક આશ્રમ ક્યાં આવેલો છે❓
✔નૈનપુર

મહાગુજરાત આંદોલનના સમયે કયા કલેક્ટરે વિદ્યાર્થીઓના ટોળાં ઉપર ગોળીબાર કરવાનો ઓર્ડર આપ્યો હતો❓
✔એલ.આર. દલાલ

મહાગુજરાત આંદોલન સમયે નેશનલ યુનિયન ઑફ સ્ટુડન્ટ્સના પ્રમુખ કોણ હતા❓
✔અનંત શેલત

મહાગુજરાત આંદોલનમાં કયા વર્તમાનપત્રના તંત્રીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો❓
✔જનસત્તા

જનસત્તા વર્તમાનપત્રના તંત્રી કોણ હતા❓
✔રમણલાલ શેઠ

મહાગુજરાત આંદોલન સમયે અતિ સંવેદનશીલ વિસ્તાર કયો ગણવામાં આવતો હતો❓
✔ખાડિયા

મહાગુજરાત આંદોલનના કાર્યકરોએ નડિયાદમાં કયા પ્રધાનના પુત્રને મકાનની અગાસીમાંથી નીચે ફેંકી દીધો હતો❓
✔બાબુભાઇ જશુભાઈ પટેલ

બનાસકાંઠા જિલ્લાના કયા કોંગ્રેસ પ્રમુખે પોતાનું રાજીનામુ આપીને કહ્યું હતું કે મહાગુજરાતની રચના થયા વગર ધોળી ટોપી પહેરીશ નહિ❓
✔ચુનીભાઈ પટેલ

મહાગુજરાત આંદોલન સમયે ગુજરાતમાં કયા વિરોધ પક્ષનું મહત્વ હતું❓
✔પ્રજા સમાજવાદી પક્ષ
મહાગુજરાત આંદોલન સમયે નાયબ કેળવણી પ્રધાન તરીકે કયા મહિલા હતા❓
✔ઇન્દુમતીબેન શેઠ

દ્વિભાષી રાજ્યની રચનાના વિરોધમાં સાંજના સમયે 'મશાલ સરઘસ' કાઢવા માટે કયા તહેવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો❓
✔ધનતેરસ

ઇન્દુલાલ યાજ્ઞિક જનતા પરિષદના સભ્યોની ચૂંટણીમાં કેટલા મત મેળવીને પ્રમુખ બન્યા હતા❓
✔389 વિરુદ્ધ 265

મહાગુજરાતના સત્યાગ્રહીઓએ કયું પહેલું અખબાર બહાર પાડ્યું હતું❓
✔જનતંત્ર
✔બીજું દૈનિક વર્તમાનપત્ર - નવગુજરાત


'નવગુજરાત' દૈનિકના તંત્રી નીચેનામાંથી કોણ હતા❓
✔લીલાધર ભટ્ટ

મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને કેટલા સમયની જેલની સજા ફટકારવામાં આવતી હતી❓
✔પાંચ દિવસથી ત્રણ માસ સુધી

મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોની ખામ્ભીનું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
✔પોલિટેકનિકથી

મહાગુજરાત આંદોલન સમયે અમદાવાદ શહેરના કલેક્ટર કોણ હતા❓
✔હીરેડિયા

મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કયા રાજકીય પક્ષે શરૂ કર્યું હતું❓
✔જનતા પરિષદ