Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

રામ જન્મભૂમિ તેર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નૃત્ય ગોપાલદાસ ચૂંટાયા

રામ જન્મભૂમિ તેર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નૃત્ય ગોપાલદાસ ચૂંટાયા




રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની પહેલી બેઠક બુધવારે નવી દિલ્હી સ્થિત ગ્રેટર કૈલાસમાં મળી જેમાં મહંત ગોપાલદાસને ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને ચંપત રાયન મહામંત્રી બનાવવામાં આવ્યા. 

આ સિવાય નૃપેન્દ્ર મિશ્રા મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ હશે. નિર્માણ સમિતિના રિપોર્ટ પર જ રામ મંદિર નિર્માણની તારીખ નક્કી થશે. 

ખજાનચીની જવાબદારી સ્વામી ગોવિંદદેવગીરીજી મહારાજ પૂનાને સોંપવામાં આવી છે.

ગોપાલદાસ રામજન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ છે અને ચંપત રાય વિશ્વ હિંદૂ પરિષદ સાથે જોડાયેલા છે. આ પહેલી બેઠકમાં 9 પ્રસ્તાવ પાસ થયા. 

દિલ્હીની ફર્મ વી. શંકર અય્યર એન્ડ કંપની, રંજીત નગર, પટેલ નગર, નવી દિલ્હીને ચાર્ટર્ડ એકાઉન્ટ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે ટ્રસ્ટના હિસાબને લગતા તમામ કાનૂની કાર્યો પૂર્ણ કરશે.

બેઠકમાં સર્વપ્રથમ ઈ.સ. 1528થી લઈને અત્યાર સુધી જે અસંખ્ય સંત મહાપુરુષો અને રામભક્તોએ પોતાનું જીવન અર્પિત કર્યું તે સૌના પ્રત્યે શ્રદ્ધાંજલી સમર્પિત કરવામાં આવી. 

આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્ર સરકાર અને ઉત્તરપ્રદેશ સરકારની ભૂમિકા માટે આભાર વ્યક્ત કરવામાં આવી. બેઠકમાં તે નિર્ણય કરવામાં આવ્યો કે, અયોધ્યા ધામ, અયોધ્યાની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા શાખામાં ટ્રસ્ટના બેંક એકાઉન્ટ્સ ખોલવામાં આવશે. જેનું સંચાલન સ્વામી ગોવિંદદેવગીરીજી, ચંપતરાય, ડૉ. અનિલ કુમાર મિશ્રમાંથી કોઈ 2ની સહીથી થશે.

આ બેઠક સુપ્રીમ કોર્ટના સિનિયર વકિલ કે પરાસરણના ઘરે મળી. જેમાં રામ જન્મભૂમિ ન્યાસના મહંત નૃત્ય ગોપાલદાસ, ચંપત રાય સિવાય 2 IAS અધિકારી, ઉત્તરપ્રદેશના અધિક મુખ્ય સચિવ અવિનાશ અવસ્થી અને અયોધ્યાના ડીએમ અનુજ ઝા બેઠકમાં હાજર રહ્યાં. જ્યારે અયોધ્યાના રાજવી પરિવારના વિરેન્દ્ર પ્રતાર મોહન સહિત ઘણાં સભ્યો બેઠકમાં સામેલ થયાં.