માખીથી ફેલાય છે કોરોના?
માખીથી ફેલાય છે કોરોના? આરોગ્ય વિભાગે જણાવી વાસ્તવિકતા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે કોરોના વાયરસ માખી દ્વારા ફેલાતો નથી.
તાજેતરમાં કેટલાક મીડિયા અહેવાલો અને ટીવી ચેનલોએ બતાવ્યું હતું કે માખીથી કોરોના વાયરસનું ચેપ ફેલાવાનું જોખમ છે.
અમિતાભ બચ્ચને પણ એક વીડિયો ટ્વીટ કરીને આ વિશે જણાવ્યું હતું, જેને પીએમ મોદીએ રિટ્વીટ કર્યું હતું.
આનાથી લોકોની ચિંતા વધી હતી. જોકે, આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ માખીથી કોઈ જોખમ નથી.