વિજ્ઞાન અને ટેક્નોલોજી (Latest Gujarati Quiz)
વિજ્ઞાન અને ટેક્નોલોજી,
ધોરણ: 6, સત્ર: 1
પ્રકરણ - 1 ચુંબક
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
1.ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી ?
(A) ભારત
(B) ગ્રીસ✅
(C) ઇંગ્લૅન્ડ
(D) ઇટલી
2.નીચેની કઈ પટ્ટીમાંથી કૃત્રિમ ચુંબક બનાવી શકાય ?
(A) પૂંઠાની પટ્ટી
(B) લોખંડનની પટ્ટી✅
(C) લાકડાની પટ્ટી
(D) પ્લાસ્ટિકની પટ્ટી
3.ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતાં તેનો ઉત્તર ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે ?
(A) ઉત્તર✅
(B) પૂર્વ
(C) પશ્ચિમ
(D) દક્ષિણ
4.બે ચુંબકના સમાન ધ્રુવો નજીક લાવતાં...
(A) આકર્ષણ થાય.
(B) અપાકર્ષણ થાય.✅
(C) કંઈ અસર જોવા મળે નહીં.
(D) બન્ને એકબીજાથી દૂર જાય.✅
5.ચુંબકનો ઉત્તર ધ્રુવ દર્શાવવા કયો અંગ્રેજી મૂળાક્ષર લખેલ હોય છે ?
(A) S
(B) W
(C) N✅
(D) U
6.ગજિયા ચુંબકનો આકાર કેવો હોય છે ?
(A) ઘોડાની નાળ જેવો
(B) લંબઘન પટ્ટી જેવો✅
(C) કંકણાકાર
(D) નળાકાર
7.બે ચુંબકના અસમાન ધ્રુવો નજીક લાવતાં...
(A) આકર્ષણ થાય.✅
(B) કંઈ અસર જોવા મળે નહીં.
(C) બન્ને એકબીજાથી દૂર જાય.
(D) અપાકર્ષણ થાય.
8.નીચેનામાંથી કોને ચુંબક આકર્ષે છે ?
(A) ખીલી✅
(B) પ્લાસ્ટિક
(C) પેન્સિલ
(D) પથ્થર
9.હોકાયંત્રમાં કયા આકારનું ચુંબક વપરાય છે ?
(A) ગજિયો ચુંબક
(B) ઘોડાની નાળ જેવો
(C) નળાકાર
(D) સોયાકાર✅
10.નીચેનામાંથી કોને ચુંબક આકર્ષતું નથી ?
(A) સોય
(B) ખીલી
(C) કાચ✅
(D) ટાંકણી
11.ગજિયા ચુંબકનું અસરકારક ચુંબકત્વ કયા ભાગમાં વધુ જોવા મળે છે ?
(A) વચ્ચેના ભાગમાં
(B) ફક્ત દક્ષિણ ધ્રુવ આગળ
(C) ધ્રુવો આગળ✅
(D) ફક્ત ઉત્તર ધ્રુવ આગળ
12.ગજિયા ચુંબકને કેટલા ચુંબકીય ધ્રુવો હોય છે ?
(A) બે✅
(B) એક
(C) ચાર
(D) ત્રણ
13.નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાતી નથી ?
(A) નિકલ
(B) ઍલ્યુમિનિયમ✅
(C) કોબાલ્ટ
(D) લોખંડ
14.ચુંબકનો દક્ષિણ ધ્રુવ દર્શાવવા કયો અંગ્રેજી મૂળાક્ષર લખેલ હોય છે ?
(A) S✅
(B) U
(C) W
(D) N
15.દિશા જાણવા માટે કયું સાધન વપરાય છે ?
(A) હોકાયંત્ર✅
(B) સિસ્મોગ્રાફ
(C) થર્મોમીટર
(D) બેરોમીટર