લાલા લાજપતરાય ( Lala Lajpat rai in Gujarati)
લાલા લાજપતરાય ( Lala Lajpat rai in Gujarati)
લાલા લાજપતરાય
❍ જન્મ: પંજાબ રાજ્યમાં આવેલા મોગા જિલ્લામાં ૨૮ જાન્યુઆરી ૧૮૬૫ના દિવસે થયો હતો.
❍ મૃત્યુ: ૧૭ નવેમ્બર ૧૯૨૮
❍ દર વર્ષે ફેબ્રુઆરી ૨૮ના દિવસે ભારતમાં ઉજવવામાં આવે છે
❍ ભારત દેશના આગળ પડતા સ્વતંત્રતા સેનાનીઓ પૈકીના એક હતા.
❍ એમને પંજાબ કેસરી તરીકે પણ ઓળખવામાં આવે છે.
❍ તેમણે પંજાબ નેશનલ બેંક અને લક્ષ્મી વીમા કંપનીની સ્થાપના પણ કરી હતી.
❍ ઈ. સ. ૧૯૨૮ના સમયમાં એમણે સાયમન કમીશન વિરુદ્ધ એક પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
❍ આ આંદોલન દરમ્યાન કરવામાં આવેલા લાઠી-ચાર્જમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને અંતે એમનું અવસાન થયું હતું.
❍ આ સમયે એમણે કહ્યું, "મારા શરીર પર પડેલ લાઠીનો એક એક ફટકો બ્રિટિશ સરકારના કોફીન પર એક એક ખીલાનું કામ કરશે"