Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

જૂનાગઢ જિલ્લો ( Junagadh Jillo / District Informationn in Gujarati )

જૂનાગઢ જિલ્લો ( Junagadh Jillo / District Informationn in Gujarati )



તાલુકાઓ


1. જૂનાગઢ 2. જૂનાગઢ સીટી 3. ભેંસાણ 4. કેશોદ 5. માળીયા હાટીના 6. માણાવદર 7. માંગરોળ 8. મેંદરડા 9. વંથલી 10. વિસાવદર

1. જૂનાગઢ


  • જૂનાગઢ જિલ્લાનું મુખ્ય મથક છે. જૂનાગઢનું પ્રાચિન નામ રૈવત, કરણકુંજ, ગિરીનગર, જીર્ણ દુર્ગ, અને ચંદ્રકેતપુર હતું.
  • જૂનાગઢમાં અશોકનો શિલાલેખ, રુદ્રદામાનો શિલાલેખ અને સ્કંદગુપ્તનો શિલાલેખ આવેલ છે.
  • અશોકના શિલાલેખની શોધ કનૅલ ટોડ દ્રારા કરવામાં આવી હતી.
  • અહિ ચંદ્રગુપ્ત મોર્ય નાં સૂબા પુષ્યગુપ્તએ સુદર્શન તળાવ બંધાવ્યું.
  • નરસિંહ મહેતાની કર્મભૂમિ જૂનાગઢ હતી. અહી નરસિંહ મહેતાનો ચોરો આવેલ છે.
  • હસ્તકલા ઉદ્યોગ માટે જાણીતી સંસ્થા " રૂપાયતન" અહી આવેલ છે. ઉપરાંત અડીકડી વાવ, ઉપરકોટનો કિલ્લો, સક્કરબાગ, નવઘણ કૂવો આવેલ છે.


2. ભવનાથ

ગિરનારની તળેટીમાં સ્વર્ણરેખા નદીના કિનારે ભવનાથ મંદીર આવેલ છે. તથા અહી મહાશિવરાત્રિનાં દિવસે ભવનાથનો મેળો ભરાય છે.

3. ગિરનાર

  • ગુજરાતના સૌથી ઊંચા પર્વત ગિરનારનું પ્રાચિન નામ રૈવતક હતું. અહી દામોદર કુંડ અને રેવતી કુંડ આવેલ છે.
  • અહી નેમિનાથજી નું જૈન દેરાસર અને વસ્તુપાળ અને તેજપાળએ બંધાવેલ અન્ય દેરાસરો આવેલ છે.
  • ગિરનાર પર દત્તાત્રેય ભગવાનનું મંદીર અને જમીયલશાહ દાતારની દરગાહ આવેલ છે.


4. ચોરવાડ

  • અહી જૂનાગઢનાં નવાબનો મહેલ તથા સુંદર દરિયાકિનારો આવેલ હોવાથી પર્યટન સ્થળ છે.
  • સ્વ. ધીરુભાઈ અંબાણીનું જન્મસ્થળ તથા મ્યુઝીયમ આવેલ છે.


5. સતાધાર


સંત શ્રી આપાગીગાની સમાધિ અહી આવેલ છે.

6. મેળો


  • ભવનાથનો મેળો, મહાશિવરાત્રીનાં દિવસે, ગિરનાર પર
  • ઝુંડનો મેળો, ચોરવાડ
  • નૃત્ય- ટિપ્પણી

7. યુનિવર્સિટીઓ


  • જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, જૂનાગઢ(2004)
  • ભારત સરસ્વતી મંદીર સંસદ ગ્રામ વિદ્યાપીઠ , શારદાગ્રામ


8.કુંડ/તળાવ

દામોદર કુંડ, મૃગીકુંડ, કમંડલકુંડ, રેવતીકુંડ.


9. કુવા/ વાવ

  • ઉપરકોટની વાવ(ગિરનાર), જૂનાગઢ
  • અડીકડી વાવ, જૂનાગઢ
  • નવઘણ કૂવો ,જૂનાગઢ


- ગુજરાતમાં સૌથી વધું કુવા જૂનાગઢમાં આવેલ છે.

- જૂનાગઢ ને " વાડીઓનો જિલ્લો" કહેવામાં આવે છે.