Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

કચ્છ જિલ્લો ( kachchh Jillo / District Information in Gujarati )

કચ્છ જિલ્લો 

( kachchh Jillo / District Information in Gujarati ) 


કચ્છ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો સૌથી મોટો જિલ્લો છે. ૪૫,૬પ૨ ચો.કિ.મી.ના ક્ષેત્રફળમાં પથરાયેલો કચ્છ જિલ્લો ભારત દેશનો વિસ્તારની દ્રષ્ટિ સૌથી મોટો જિલ્લો છે.

કચ્છમાં આવેલા તાલુકાઓની યાદી નીચે મુજબ છે:

અબડાસા, નખત્રાણા, ભચાઉ, અંજાર, ગાંધીધામ, માંડવી, મુન્દ્રા, રાપર, લખપત, ભુજ

1. ભુજ

જિલ્લાના મુખ્ય મથક ભુજમાં ભૂજીયો કિલ્લો આવેલ છે. આ શહેર ભૂજીયા ડુંગરની તળેટીમાં વસેલું છે.
હમીરસર તળાવ, પ્રાગમહેલ, શરદબાગ પેલેસ વગેરે જોવાલાયક છે.

2. ધોળાવીરા

ઇ.સ.1960 માં ધોળાવીરામાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યાં છે.

ત્યારબાદ 1991માં ડો. બિસ્ટના માર્ગદર્શન હેઠળ સંશોધન શરૂ થતા જાણવા મળ્યું કે ધોળાવીરા સિંધુ સંસ્કૃતિનું કેન્દ્ર હતું.

અહીં હોકાયંત્ર, તોલમાપનાં સાધનો, મનોરંજન પદ્ધતિઓ, સિક્કાઓ વગેરે અવશેષો મળી આવ્યાં છે.
ધોળાવીરા ભચાઉ તાલુકાના ખદિર બેટ મા આવેલ છે.

3. ભદ્રેશ્વર

જૈનોનું પવિત્ર તીર્થધામ છે. જે પ્રાચિન સમયમાં " ભદ્રાવતી " તરીકે ઓળખાતું. શેઠ જગડૂશાએ જીર્ણોદ્વાર કરાવેલા પ્રસિધ્ધ જૈન દેરાસર પણ અહી આવેલા છે.

4. અંજાર

જેસલ તોરલની સમાધિ આવેલી છે.
છરી ચપ્પા અને સુડીનાં ઉદ્યોગ માટે પ્રખ્યાત છે.
ભારતના પાંચ પવિત્ર સરોવરોમાનું એક નારાયણ સરોવર અહિયાં આવેલ છે. જયાં કોટેશ્વર મહાદેવનું શિવાલય આવેલ છે.
કચ્છના રાજવીઓ નાં કુળદેવી આશાપુરા માતાનો મઢ આવેલ છે.
કોટાય- કાઠી દરબારો એ બંધાવેલ સૂર્યમંદિર આવેલ છે.

5. કંડલા
ગુજરાતનું સૌથી મોટુ એકમાત્ર મુકત વ્યાપાર કેન્દ્ર ધરાવતું બંદર અહી આવેલ છે. જેને ઇ.સ. 1955 થી આંતરરાષ્ટ્રીય મહાબંદર તરીકે જાહેર કરવામાં આવ્યુ.

6. મુન્દ્રા

મુન્દ્રા ને કચ્છનો "હરિયાળો પ્રદેશ" અને " કચ્છનું પેરિસ" કેહવાય છે. અહિ ખારેક સંશોધન કેન્દ્ર આવેલ છે.

7. માંડવી

માંડવી કન્કાવતિ નદીના કિનારે વસેલું શહેર છે. જયાં એશિયાનું સૌપ્રથમ વિન્ડફાર્મ આવેલ છે. આ ઉપરાંત અહિ ભારતનો એકમાત્ર ખાનગી બગીચો આવેલ છે. ટી. બી.નાં રોગીઓ માટે ટી. બી. સેનોટોરીયમ અને વિજયવિલાસ પેલેસ આવેલ છે.

8. સુથરી

ઇ.સ.1965 મા ભારત પાકિસ્તાનનું યુદ્ધ સમયે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતાનું વિમાન તુટી પડતાં અવસાન થયેલ.

હજીપીરનો મેળો - ચૈત્ર માસના પ્રથમ સોમવારે

ક્રાંતિતીર્થ, શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સીટી-ભુજ, સ્થાપના - 2004

કચ્છ મ્યુઝીયમ,ભુજ - ગુજરાતનું સૌથી પ્રાચિન મ્યુઝીયમ

સુરખાબ અભ્યારણ રાપર ખાતે આવેલ છે.

ખારેક માટે નું સંશોધન કેન્દ્ર " ડેટપામ રિસર્ચ સેન્ટર" મુન્દ્રા ખાતે આવેલ છે.

" માધાપર ડેરી" માધાપર ખાતે આવેલ છે.

કચ્છમાં ગુજરાત સરકાર દ્રારા દર વર્ષે ડિસેમ્બર મહિનામાં ધોરડો ખાતે " રણોત્સવ" ઉજવવામાં આવે છે.
ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત સિરીક્રીક(કચ્છ) મા થાય છે.