સિદ્ધરાજ જયસિંહ ( Siddharaj Jaysinh, Patan In Gujarati )
સિદ્ધરાજ જયસિંહ ( Siddharaj Jaysinh, Patan In Gujarati )
પ્રબંધ ચિંતામણી ગ્રંથ અનુસાર સિદ્ધરાજ જયસિંહનો જન્મ ઈ.સ. 1091માં પાલનપુરમાં થયો હતો, જેઓની માત્ર 3 વર્ષની ઉંમરે પિતા કર્ણદેવનુ મૃત્યુ થયું પરંતુ 3 વર્ષની ઉંમરે ગાદી સંભાળી.
શરૂઆતમાં મદનપાળ અને ત્યાર બાદ રાજમાતા મીનળદેવીએ સત્તા સંભાળી.
સિદ્ધરાજ જયસિંહના શાસનનો સમયગાળો ઈ. સ. 1094-1143 ગણના લેવાય છે. શાંતુમંત્રીએ સિદ્ધરાજ જયસિંહને ઘણી મદદ કરી હતી.
સિદ્ધરાજ જયસિંહને સોલંકી વંશનો સૌથી પ્રતાપી રાજા કહેવામાં આવે છે. જેણે તેના શાસનકાળ દરમિયાન ગુજરાત આસપાસના વિસ્તારોને પણ ગુજરાતમાં ભેળવી રાજયનો વિસ્તાર કર્યો હતો.
સિદ્ધરાજ જયસિંહે માળવાના રાજા યશોવર્માને હાર આપી અવંતિનાથનું બિરુદ ધારણ કર્યું હતું અને જૂનાગઢના ચુડાસમા શાસક રાજા રા'ખેંગારને હાર આપી સિદ્ધચક્રવર્તી બિરુદ ધારણ કર્યું હતું.
સિદ્ધરાજે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવની રચના કરાવી અને તળાવના કિનારે 1,008 શિવાલયો બંધાવ્યા જે જોવાલાયક છે.
સિદ્ધરાજ જયસિંહે ભરૂચ જિલ્લાનું સમારકામ કરાવ્યું અને ડભોઈના કિલ્લાની રચના કરાવી તેમજ રુદ્રમહાલયનું સમારકામ કરાવ્યું.
સિદ્ધરાજ જયસિંહે બર્બરક તરીકે જાણીતા બાબરા ભૂતને પણ હરાવી પોતાને વશ કરી લીધો હતો અને તેને હાર આપી બર્બરક જિષ્ણુ બિરુદ ધારણ કર્યું.
સિદ્ધરાજ જયસિંહે આચાર્ય હેમચંદ્રાચાર્યને વ્યાકરણના મુળ સુત્રો અને વિવેચન આધારિત સિદ્ધહેમ ગ્રંથ રચવાની પ્રેરણા આપી હતી હેમચંદ્રાચાર્યએ ' સિદ્ધહેમશબ્દાનુશાસન ' ગ્રંથની રચના કરી અને સિદ્ધરાઈ જયસિંહે હાથીની અંબાડી પર મુકી પાટણમાં ફેરવી તે ગ્રંથનું સન્માન ક્યું.
સિદ્ધરાજ જયસિંહના સમયમાં ગુજરાતની સમૃદ્ધિ અને સંસ્કૃતિ સર્વોચ્ય સ્થાને હતી.
ઈ. સ. 1143માં સિદ્ધરાજ જયસિંહનું અવસાન થયું હતું.
રાજમાતા મીનળદેવીએ સિદ્ધરાજ જયસિંહ પાસેથી સોમનાથનો જાત્રાળુ વેરો માફ કરાવ્યો હતો તેમજ મીનળદેવીના સમયમાં ધોળકામાં એક તળાવ બંધાવાનું હતું. જેનો આકાર ગોળ હતો પરંતુ એક વૃદ્ધ મહિલાના ઘરને કારણે ગોળાકાર તળાવમાં ખાંચો રહેતો હતો.
મીનળદેવીએ તે મહિલાને વિનંતી કરી પરંતુ મહિલાની મકાન પ્રત્યે લાગણીઓ જોતા મીનળદેવીએ તળાવની સુંદરતા જતી કરી તેને કારણે કહેવાય છે કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ.
મીનળદેવીએ ધોળાકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવની રચના કરાવી હતી.
ગુજરાત સરકારના પાઠ્યપુસ્તક અનુસાર પટોળાની શરૂઆત કરાવનાર શાસક સિદ્ધરાજ જયસિંહ છે. જયારે ગ્રંથોમાં કમારપાળને ધ્યાને લેવાતો હોય છે.