Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

ચંદ્રવદન ચીમનલાલ મહેતા


નામ : ચંદ્રવદન ચીમનલાલ મહેતા

જન્મ : ૬, એપ્રિલ -૧૯૦૧;  સૂરત

અવસાન : ૫, મે – ૧૯૯૧

ઉપનામ : ચાંદામામા

અભ્યાસ : બી. એ.

વ્યવસાય : ‘આકાશવાણી’ પર કાર્યક્રમ નિર્માતા, નિયામક, અધ્યાપક

---------------------------------------------------

જીવન:

👉 પ્રાથમિક શિક્ષણ વડોદરામાં અને માધ્યમિક શિક્ષણ સુરતમાં પૂર્ણ કર્યા બાદ ૧૯૧૯માં તેઓ મૅટ્રિક થયા.

👉 ૧૯૨૪ – મુંબઈઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. થયા.

👉 તેમણે બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો.

👉 ૧૯૨૮ – ‘નવભારત’ના સંપાદક

👉 ૧૯૩૩ થી ૧૯૩૬ – ન્યૂ એરા હાઈસ્કૂલમાં શિક્ષક

👉 ૧૯૩૮  મુંબઈ, ૧૯૫૪ અમદાવાદ 
‘આકાશવાણી’ના નિયામક

👉 નિવૃત્તિ બાદ – મ.સ. યુનિવર્સિટી અને ગૂજરાત વિદ્યાપીઠના નાટ્યવિભાગ સાથે સંલગ્ન

👉 આજે તેઓ નાટ્યકલાના વિશ્વવિખ્યાત તદ્વિદ ગણાય છે.

👉 ૧૯૭૮ –  ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ

👉 ફૉર્બસ ગુજરાતી સભાના પણ પ્રમુખ રહ્યા હતા

--------------------------------------------------

મુખ્ય રચનાઓ:

 (નાટક)
 અખો , મૂંગી સ્ત્રી , આગગાડી , રમકડાંની દુકાન , નર્મદ , નાગાબાવા , પ્રેમનું મોતી અને બીજાં નાટકો , સીતા , શિખરિણી , કરોળિયાનું જાળું, પાંજરાપોળ વિ.

(વિવેચન)
કવિશ્રી ન્હાનાલાલનાં નાટકો અને ‘શાહનશાહ અકબરશાહ’ની રંગભૂમિ પર રજૂઆત , નાટક ભજવતાં , યુરોપના દેશોની નાટ્યસૃષ્ટિ , જાપાનનું થિયેટર , વિ.

(કવિતા)
યમલ , ઇલા કાવ્યો , ચાંદારાણા

(નવલકથા)
 ખમ્મા બાપુ , ડૉન કિહોટે

(નવલિકા)
 વાતચકરાવો , મંગલત્રયી

(આત્મકથા)
બાંધ ગઠરિયાં ભા. 1-2 , છોડ ગઠરિયાં વિ.

-------------------------------------------------------
સન્માન:

🔹1936– રણજિતરામ ચંદ્રક
🔹1946– નર્મદ ચંદ્રક
🔹સંગીત નાટક અકાદમી પુરસ્કાર
🔹સાહિત્ય અકાદમી પુરસ્કાર
 🔹પદ્મશ્રી (સાહિત્ય માટે)