Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

ગુજરાતની ભવાઈઓ

ગુજરાતની ભવાઈઓ



સાંપ્રતકાળમાં મનોરંજન માણવા જે મહત્વ નાટકોનું છે તે મહત્વ પહેલા ભવાઈનું હતું. ભવાઈનો ઉદભવ નાટકનાં અસ્તિત્વ પહેલાં થયો હતો. ભવાઈનાં ખેલો દેવીપૂજા સાથે સંકળાયેલા હતા. ભવાઈ એ નાટકની જેમ સળંગસૂત્ર કથાનક તરીકે રજૂ થતી ન હતી. આ ખેલો 'વેશ'નાં નામે ઓળખાતાં.

૧૪મી સદીમાં થઈ ગયેલા અસાઈત ઠાકર નામના ઔદિચ્ય બ્રાહ્મણે આવા અનેક વેશો લખ્યા. ગણપતિનો વેશ, બ્રાહ્મણનો, તરકડીયાનો, ઝંડા ઝૂલણનો, કજોડાનો, અડવાનો, વાણિયાનો, રાધાકૃષ્ણનો, છેલ બટાઉ મોહનારાણીનો, દરજીનો, વોરાનો વગેરે તેમના અત્યંત લોકપ્રિય વેશો હતાં.

ભવાઈમાં સંગીત અને નૃત્યનો સમન્વય હોય છે અને તેમાં વપરાતી 'તા થૈયા થૈયા થૈ'ની ગૂંજ અતિ લોકપ્રિય છે. ભવાઈમાં કથ્થક નૃત્યની ચેષ્ટા હોય છે. ભવાઈના ઠેકા, તેની વર્તુળાકાર ગતિ ક્રિયા, પગથી આંટીવળી ચાલ, માત્રામેળ છંદોની રમઝટ, સૂત્રધાર રંગલાની બાની વગેરે ભવાઈને આકર્ષક બનાવે છે.

આ ભવાઈઓ નવરાત્રિનાં દિવસોમાં ગામડાનાં ચોકમાં ગરબી માંડીને ખૂલ્લામાં ભજવતી. ન કોઈ રંગમંચ, ન કોઈ પ્રકાશ આયોજન, ન કોઈ ફર્નિચર, વાદ્યોમાં દેશી ભૂંગળ, તબલાં, પખવાજ ને કાંસા જોડી વપરાતા.

ભવાઈનો વેશ ભજવનારને ભવૈયા તરીકે ઓળખવામાં આવે છે. એમનું બીજું જ્ઞાતિ નામ તરગાળા પણ હતું તેમજ આમાં સ્ત્રીનું પાત્ર પણ પુરુષો જ ભજવતાં.