Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

કવિ નર્મદ ( Poet narmad in Gujarati )

કવિ નર્મદ (  Poet narmad in Gujarati )


જન્મ:24 ઓગષ્ટ 1833
સ્થળ :સુરત
ઉપનામ:નર્મદ, પ્રેમશોર્ય

નર્મદ એ સ્થાપેલી બાબતો

ઈ.સઃ1851 માં બુદ્ધિવર્ધક સભા
ઈ.સઃ1856 તત્વશોધક સમાજ
ઈ.સઃ1856 પ્રથમ વિધવા આશ્રમ સુરત

કોણે નર્મદ ને શું કહયું?

મુન્શી:અર્વાચીનો નો આદ્ય

ત્રિભુવનદાસલુહાર: પ્રાણવંતો પૂર્વજ

રા.વિ પાઠક: અર્વાચીન ગદ્ય પદ્ય નો પિતા

ઉમાંશકર જોશી : નર્મદ ની કવિતા માં નવા યુગ ની નદી સંભળાય છે

ઈ.સઃ 1851 માં નર્મદે પ્રથમ ગદ્ય લખાણ 'મડળી મળવા થી થતા લાભ,લખ્યું

ઈ.સઃ 1858 માં નર્મદે સરસ્વતી ની સેવા માટેએ કલમ ને ખોળે માથું મુક્યું

ગુજરાત નો પહેલો નવ યુવાન (પેન્ટ ,શર્ટ પહેરનાર)

પ્રથમ પત્ની ડાહીગૌરી પછી ત્રણ વખત વિધવાઓ સાથે પુનઃલગ્ન

નર્મદે ગુજરાત માં વિધવાઓ ની વસ્તી ગણતરી કરાવી હતી

નર્મદે લખેલ હિંદુઓ ની પડ્તી ને સુધારા નું બાઇબલ કહેવાય છે

ઈ.સ 1864 માં નર્મદે ડાડિયો નામ નું પાક્ષીક શરૂ કર્યું

નર્મદે પ્રથમ ગદ્ય ચરિત્ર લખવાની શરૂવાત કરી કવિ ચરિત્ર ગુજરાતી ભાષા નું પ્રથમ ચરિત્ર છે

ઉત્તમ સાહિત્ય માટે નર્મદ સુવર્ણ ચંદ્રક આપવા માં આવે છે

જેની શરૂવાત1839 માં થયી નર્મદ સાહિત્યસભા સુરત માં આવેલી છે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત માં આવેલી છે

નર્મદ ના જન્મ દિવસ ને વિશ્વ ગુજરાતીભાષા દિવસ તરીકે  ઉજવાય છે

મહાકાવ્ય લખવા વિરવુત છદ ની શોધ કરી 

લાગણી ,જોસ્સો ,દેશાભિમાન  શબ્દો નો સૌપ્રથમ પ્રયોગ કરનાર નર્મદ છે

મહત્વ ની કૃતિઓ:

સજીવરોપણ, પીંગળ પ્રવેશ,ઇલિયડ નો સાર,નર્મ કવિતા, મારી હકીકત (આત્મકથા),નર્મ કોશ

કાવ્યરચનાઓ

વિરસિંહ,અવસાન સદેશ, કબીર વડ,વંજે સંગ અને ચાંદબા,જય જય ગરવી ગુજરાત રુદન રસિક,હિન્દઓ ની પડતી,સુરત

ગદ્યરચનાઓ:

મડળી મળવા થી થતા લાભ, આપણી દેશજનતા,સ્વદેશ અભિમાન,સ્ત્રી કેળવણી ,રોવા ફૂટવા ની ગેલાય, રણ માં પાછાં પગલાં ન કરવા વિશે

મહત્વ ની પક્તિઓ

જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત
ડગલું ભર્યું કે ના હટવું
કોની કોની છે ગુજરાત
શખ નાદ સંભળાયો ભૈયા 
સૌ ચાલો જીતવા જગ બ્યુગલો વાગે,યા હોમ કરી પડો ફતેહ છે આગે

નર્મદ એટલે:

સુધારાનો અરુણ,યુગધર ,નિર્ભય પત્રકાર, અર્વાચીન ગદ્ય પદ્ય નો પિતા,સુધારા નો સેનાની