Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

Jaher Vahivat: Part 2

વુડ્રો વિલ્સન 




જાહેર વહીવટના ક્ષેત્રમાં વુડ્રો વિલ્સનનો ફાળો એ મહત્ત્વનો રહયો છે. તેથી જ જાહેર વહીવટના અભ્યાસ કરતા સમયે તેમણે આપેલા યોગદાનનું વિશેષ રૂપથી અધ્યયન કરવું આવશ્યક બની રહે છે. વુડ્રો વિલ્સન એ વર્ષ 1913માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા હતા . તેઓ રાજયશાસ્ત્રનો અભ્યાસ કરીને એક શ્રેષ્ઠ પ્રાધ્યાપક તરીકે પણ ખ્યાતિ મેળવી હતી. 

જાહેર વહીવટના ક્ષેત્રમાં વુડ્રો વિલ્સનનું પ્રદાન: 

જાહેર વહીવટના ક્ષેત્રમાં વુડ્રો વિલ્સનનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે.તેમણે વર્ષ 1887માં પોલિટિકલ સાયન્સ કવાર્ટલીમાં પ્રકાશિત તેમના નિબંધ ' The study of Administration ' માં વહીવટના વૈજ્ઞાનિક અભ્યાસ માટેનો ઉલ્લેખ કર્યો હતો.

આમ જાહેર વહીવટને એક વિદ્યાશાખા તરીકેનું સ્થાન અપાવવાનું માન વુડ્રો વિલ્સનને જાય છે. વિલ્સન દ્વારા લખાયેલા નિબંધ બાદ જ જાહેર વહીવટને એક વિધાશાખા તરીકે સ્વીકારી તેના પદ્ધતિસરના અભ્યાસ અને સંશોધનની દિશામાં પ્રયાસ શરૂ થયા.

જાહેર વહીવટમાં વુડ્રો વિલ્સનના ઉપરોકત પ્રદાનને કારણે ‘ જાહેર વહીવટના પિતા ’ ( Father of Public Administration ) નું બિરુદ મળેલું છે.

વહીવટના અભ્યાસનો ઉદેશ્ય એ બાબત શોધવાના છે કે જે સરકાર પોતાના કાર્યોને કઈ રીતે યોગ્ય અને સહેલાઈથી કરી શકે તથા વહીવટને કેટલી અસરકારક રીતે અને ઓછામાં ઓછા ખર્ચમાં કરી શકે એ પણ મહત્ત્વનું છે.

વુડ્રો વિલ્સનના મતે વહીવટ એ વિજ્ઞાન છે અને તેઓ માનતા હતા કે વહીવટનું વિજ્ઞાન એ રાજ્યશાસ્ત્રના વિજ્ઞાનનું સૌથી તાજેતરનું પરિણામ છે. 

વુડ્રો વિલ્સન વહીવટ અને રાજ્યશાસ્ત્રને અલગ માને છે. તેઓ કહે છે કે વહીવટી પ્રશ્નોએ રાજકીય પ્રશ્નો નથી. વહીવટએ રાજનીતિની બહારના ક્ષેત્રમાં છે.