Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

ગુજરાતના લોકનૃત્યો ( Gujarat Na Lok Nurtyo )

🌹 ગુજરાતના લોકનૃત્યો 🌹


❇️ગોફગૂંથણ: ❇️

📌📌રંગીન કાપડની પટ્ટી, રાશ કે દોરીને એક કડીમાં બાંધીને ગુચ્‍છો બનાવાય છે. 

📌📌એક હાથમાં દોરીનો છેડો અને બીજા હાથમાં દાંડિયો પકડીને નૃત્‍ય કરવામાં આવે છે. 

📌📌આ નૃત્‍યમાં દોરીની ગૂંથણી અને હલનચલન મુખ્‍ય છે. આ નૃત્‍યમાં પુરુષો ભાગ લે છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

❇️હાલીનૃત્‍ય: ❇️

📌📌હાલીનૃત્‍ય સુરત જિલ્‍લામાં દૂબળા આદિવાસીઓનું નૃત્‍ય છે.

📌📌 એક પુરુષ અને એક સ્‍ત્રી ગોળાકારમાં ગોઠવાઇને, કમ્‍મર ઉપર હાથ રાખીને નાચે છે. સાથે ઢોલ અને થાળી વગાડતાં હોય છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

🧶ડાંગીનૃત્‍ય: 🧶

🧥🧥ડાંગ જિલ્‍લાના આદિવાસીઓનું ડાંગીનૃત્‍ય ‘ચાળો’ તરીકે ઓળખાય છે. ‘

🎄🎄માળીનો ચાળો’ , ‘ઠાકર્યા ચાળો’ વગેરે. ડાંગીનૃત્‍યના ૨૭ જાતના તાલ છે. 

🐥🦚તેઓ ચકલી, મોર, કાચબા વગેરે જેવાં પ્રાણીઓ અને પંખીઓની નૃત્‍ય સ્‍વરૂપે કરે છે. 

🥁🥁થાપી, ઢોલક, મંજીરા કે પાવરી નામનાં વાજિંત્રોમાંથી સૂર વહેતાં થતાં જ સ્‍ત્રી-પુરુષો નાચવા માંડે છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

✴️ટિપ્‍પણી નૃત્‍ય: ✴️

‼️‼️આ નૃત્‍ય ધાબું ધરવા માટે ચૂનાને પીસતી વખતે થાય છે. 

‼️‼️ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો ટિપ્‍પણી વડે ટીપવાની ક્રિયા સાથે તાલબદ્ઘ નૃત્‍ય કરે છે.